કર્ણાટકમાં જોવા મળ્યું દુર્લભ દૃશ્યઃ લેપર્ડ અને બ્લૅક પૅન્થરની દોસ્તી

14 February, 2026 08:53 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સોહન સિંહે ભદ્ર બૅકવૉટર્સની નજીક લીધેલો એક દુર્લભ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

આ વિડિયોને એક મિલ્યનથી વધુ વ્યુ મળ્યા હતા

એકસાથે પાણી પીતા અને એકબીજાની આગળપાછળ આરામથી ફરતા આ બે પ્રાણીઓની હળવીપળોને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સોહન સિંહે કૅપ્ચર કરેલી. આ વિડિયોને એક મિલ્યનથી વધુ વ્યુ મળ્યા હતા.

કર્ણાટકના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સોહન સિંહે ભદ્ર બૅકવૉટર્સની નજીક લીધેલો એક દુર્લભ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જેમાં એક દીપડો અને બ્લૅક પૅન્થર બાજુ-બાજુમાં પાણી પી રહ્યા હતા. ફોટોગ્રાફરે કાવ્યાત્મક કૅપ્શન આપતાં લખ્યું છે કે ‘જ્યારે તારાઓ એકસાથે ગોઠવાય છે ત્યારે જાદુ થાય છે.’ બ્લૅક પૅન્થર અને એની હિંમતવાન માતા એકસાથે તેમની તરસ છિપાવે છે. આ દૃશ્યને એક એવી ક્ષણ ગણાવી જે આવનારાં વર્ષો સુધી ભદ્રના વારસાના ભાગરૂપે જીવંત રહેશે. આ વિડિયોને ૧૦.૫ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે.

વિડિયોમાં દીપડો સૌપ્રથમ શાંત પાણીની બાજુમાં નીચે બેસેલો જોવા મળે છે અને કાળજીપૂર્વક સપાટી પર પાણી પી રહ્યો છે. થોડી વાર પછી બ્લૅક પૅન્થર આક્રમકતા કે ઉતાવળ વિના એની નજીક આવે છે, એટલી નજીક બેસે છે કે બે બિગ કૅટ્સ એકસાથે પાણી પીએ છે.

karnataka national news news