હાઈ કોર્ટ બાદ પટનાની સિવિલ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

27 April, 2025 07:39 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

તાત્કાલિક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને બૉમ્બ-સ્ક્વૉડને બોલાવવામાં આવ્યાં હતાં. ધમકીને લઈને તપાસ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

બિહારના પટનાની સિવિલ કોર્ટને ગઈ કાલે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઈ-મેઇલ મારફત ધમકીની માહિતી મળતાં જ પટનાની સિવિલ કોર્ટને બંધ કરવી પડી હતી અને લોકોની એન્ટ્રી પર રોક લગાવી દેવાઈ હતી. બીજી તરફ તાત્કાલિક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને બૉમ્બ-સ્ક્વૉડને બોલાવવામાં આવ્યાં હતાં. ધમકીને લઈને તપાસ કરવામાં આવી હતી. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ અગાઉ ગયા વર્ષે જાન્યુઆરીમાં પટના હાઈ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

patna bihar national news news bomb threat