04 November, 2025 11:01 AM IST | Kashi | Gujarati Mid-day Correspondent
બૌદ્ધધામ સારનાથ
કાશીની પાસે આવેલા બૌદ્ધધામ સારનાથમાં ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો. વિશિષ્ટ મહત્ત્વ ધરાવતા સારનાથની મૂલગંધ કુટિવિહારમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા પહેલાંના ૩ દિવસ બુદ્ધ ભગવાનનો અસ્થિકળશ દર્શન માટે મૂકવામાં આવે છે. ગઈ કાલે આ દર્શનની શરૂઆત થઈ હતી અને આવતી કાલ સાંજ સુધી અસ્થિદર્શન થઈ શકશે. આ પ્રસંગે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સારનાથ મંદિરમાં આવી રહ્યા છે.