02 February, 2025 01:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારે કૅન્સર તથા કેટલીક અસાધારણ બીમારીઓ માટેની ૩૬ જીવનરક્ષક દવાઓ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી દૂર કરી દીધી છે. નાણાપ્રધાને દેશમાં ૨૦૦ કૅન્સર ડે-કૅર સેન્ટર્સ ખોલવાની પણ બજેટમાં જાહેરાત કરી છે. વધારાની બીજી છ જીવનરક્ષક દવાઓને પાંચ ટકા કસ્ટમ્સ ડ્યુટી ધરાવતી દવાઓની યાદીમાં ઉમેરવામાં આવી છે. આ ફેરફારોને લીધે કૅન્સર તથા અસાધારણ બીમારીઓના દરદીઓને ઘણી રાહત થશે.