કેન્દ્ર સરકારની રાજ્યના પૂરગ્રસ્તો માટે ૧૫૬૬ કરોડ રૂપિયાની મદદ

21 October, 2025 07:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ૨૭ રાજ્યોને સ્ટેટ ડિઝૅસ્ટર રિલીફ ફન્ડ અંતર્ગત ૧૩,૬૦૩ કરોડ રૂપિયાની સહાય કરી છે

અમિત શાહ

કેન્દ્ર સરકારના ગૃહખાતાના પ્રધાન અમિત શાહે સ્ટેટ ડિઝૅસ્ટર રિલીફ ફન્ડ તરીકે મહારાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદ માટે ૨૦૨૫-’૨૬ના બીજા ઇન્સ્ટૉલમેન્ટમાં ૧૫૬૬ કરોડની મદદ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કુલ ૧૯૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ૩૮૪ કરોડ કર્ણાટકાને ફાળે જશે જ્યારે ૧૫૬૬ કરોડ મહારાષ્ટ્રને આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ઇશ્યુ કરવામાં આવેલી પ્રેસ-રિલીઝમાં કહેવાયું છે કે ‘ભારે વરસાદને કારણે આવેલા પૂર, લૅન્ડ સ્લાઇડ અને ભેખડો ધસી પડવાને કારણે જે રાજ્યોમાં તારાજી થઈ છે તેમને કેન્દ્ર સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ હેઠળ મદદ કરવા પ્રતિબદ્ધ છે. આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ૨૭ રાજ્યોને સ્ટેટ ડિઝૅસ્ટર રિલીફ ફન્ડ અંતર્ગત ૧૩,૬૦૩ કરોડ રૂપિયાની સહાય કરી છે અને ૧૫ રાજ્યોને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફન્ડ તરીકે ૨૧૮૯ કરોડ રૂપિયાની સહાય કરી છે. એ ઉપરાંત ૨૧ રાજ્યોને સ્ટેટ ડિઝૅસ્ટર મિટિગેશન ફન્ડ હેઠળ અને ૯ રાજ્યોને ૩૭૨ કરોડ રૂપિયા નૅશ‌લલ ડિઝૅસ્ટર મિટિગેશન ફન્ડ હેઠળ આપવામાં આવ્યા છે.  

national news india amit shah indian government maharashtra maharashtra news marathwada