ફૂડ-ડિલિવરી તેમ જ છૂટક મજૂરીકામ કરતા લોકો માટે ચેન્નઈમાં આરામ કરી શકાય એવી ઍર-કન્ડિશન્ડ કૅબિન મુકાઈ છે

04 April, 2025 02:09 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ગરમી અને વરસાદમાં રોડ પર કામ કરતા છૂટક કામદારો માટે મોટો પડકાર હોય છે. તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કૅબિનમાં હશે.

ફૂડ-ડિલિવરી તેમ જ છૂટક મજૂરીકામ કરતા લોકો માટે ચેન્નઈમાં આરામ કરી શકાય એવી ઍર-કન્ડિશન્ડ કૅબિન મુકાઈ છે

દક્ષિણ ભારતનાં રાજ્યો કાળઝાળ ગરમીથી ઊકળી ઊઠતાં હોય છે. ચેન્નઈમાં તાપ પણ ખૂબ આકરો પડે છે અને બફારો પણ પુષ્ફળ થાય છે. ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશને પહેલ કરીને શહેરમાં ઠેર-ઠેર ટાઢક થાય એવાં આરાદાયી સ્થળો બનાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ફૂડ-ડિલિવરી કરતા રાઇડર્સ, છૂટક મજૂરીકામ કરતા તેમ જ રોડ પર ઊભા રહેવું પડતું હોય એવા સર્વિસમેનોને ટાઢક મળે એવા ઍર-કન્ડિશન્ડ રેસ્ટ એરિયા ચેન્નઈમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે. આવી સુવિધા દુબઈ જેવાં હાઈ-ટેક શહેરોમાં જોવા મળે છે. ચેન્નઈના અન્નાનગર, નુંગમબક્કમ, રૉયપેટ્ટા, માયલાપુર અને ટીનગર જેવા વિસ્તારોમાં આવી એસી કૅબિન્સ મૂકવાની તૈયારી ચાલી રહી છે. ગરમી અને વરસાદમાં રોડ પર કામ કરતા છૂટક કામદારો માટે મોટો પડકાર હોય છે. તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કૅબિનમાં હશે.

આવો પ્રયાસ ભારતનાં બીજાં શહેરોમાં પણ થવો જોઈએ એવું નથી લાગતું?

chennai heat wave Weather Update national news news life masala