નવા વેરિઅન્ટનું નામ રાખવામાં પણ ચીન નડ્યું

28 November, 2021 11:44 AM IST  |  Washington | Agency

જિનપિંગના લીધે ડબ્લ્યુએચઓએ ગ્રીક આલ્ફાબેટમાં અક્ષરને સ્કિપ કર્યો હોવાની શક્યતા

નવા વેરિઅન્ટનું નામ રાખવામાં પણ ચીન નડ્યું

કોરોનાના ઓમીક્રોન વેરિઅન્ટના કારણે આખી દુનિયામાં હેલ્થ એક્સપર્ટ્સની ચિંતા વધી છે, શૅરબજારોમાં કડાકો બોલાયો છે તો સાથે જ આ નામની પસંદગીને લઈને અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ગ્રીક આલ્ફાબેટના લેટર્સનો ઉપયોગ કરીને કોરોનાના વેરિઅન્ટ્સનાં નામ આપે છે. આ વખતે ડબ્લ્યુએચઓએ લેટેસ્ટ વેરિઅન્ટને નામ આપવા માટે ગ્રીક આલ્ફાબેટમાં બે અક્ષરને સ્કિપ કર્યા હોવાનું જણાય છે. ગ્રીક આલ્ફાબેટમાં વેરિએન્ટને નામ આપવા માટે Nu અને xi એમ બે મૂળાક્ષરોનો ટર્ન હતો. 
દુનિયાભરમાં અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર એવી શક્યતા વ્યક્ત કરી છે કે Nu લેટરને ‘ન્યૂ’ સમજી લેવાની ભૂલ થઈ જાય એટલા માટે એ લેટર ન પસંદ કરાયો હોઈ શકે છે. બીજી તરફ xi લેટરને એટલા માટે પાસ કરી દેવાયો કે ચાઇનીઝ લીડર શી જિનપિંગ (Xi Jinping)નું નામ પણ એ જ રીતે લખાય છે. 
વળી પહેલાંથી જ દુનિયાભરમાં કોરોના ચીનમાંથી જ ફેલાયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે ચીને એને ફગાવી દીધો હતો.  

national news china international news