06 June, 2026 08:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અભિજીત દીપકે અને રોહિત પવાર
રોહિત પવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી. તેમનું કહેવું છે કે જો મોટી પરીક્ષાઓના આયોજનમાં કોઈ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને તંત્રએ સ્વીકારવી જોઈએ. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, દિપકેના આગમનને ધ્યાનમાં રાખીને તેમના ઘર બહાર વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી અનિચ્છનીય ભીડ અથવા કાયદો-વ્યવસ્થાની કોઈ સમસ્યા ન સર્જાય. ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) પંકજ અટુલકરે જણાવ્યું કે જરૂર પડશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને વધુ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ અભિજીત દિપકેના માતા-પિતા વાળુજ સ્થિત તેમના નિવાસસ્થાને હાજર નથી અને તેમના વર્તમાન સ્થાન અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. NEET અને CBSE પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને શરૂ થયેલું આ આંદોલન હવે દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યું છે. આંદોલનકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા અને પારદર્શિતા લાવવા માટે તેઓ આગળ પણ અવાજ ઉઠાવતા રહેશે.
તેમણે જણાવ્યું કે પરીક્ષા પ્રણાલીને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ચિંતા વધી રહી છે અને સરકારએ આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ.
આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દિપકે શનિવારે દિલ્હી પહોંચી પરીક્ષા ગેરરીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. બીજી તરફ, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વાળુજ MIDC વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, દિપકેના આગમનને ધ્યાનમાં રાખીને તેમના ઘર બહાર વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી અનિચ્છનીય ભીડ અથવા કાયદો-વ્યવસ્થાની કોઈ સમસ્યા ન સર્જાય.
ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) પંકજ અટુલકરે જણાવ્યું કે જરૂર પડશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને વધુ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલ અભિજીત દિપકેના માતા-પિતા વાળુજ સ્થિત તેમના નિવાસસ્થાને હાજર નથી અને તેમના વર્તમાન સ્થાન અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
NEET અને CBSE પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને શરૂ થયેલું આ આંદોલન હવે દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યું છે. આંદોલનકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા અને પારદર્શિતા લાવવા માટે તેઓ આગળ પણ અવાજ ઉઠાવતા રહેશે.