હરિયાણાના જે ગામમાં રાહુલ ગાંધીએ ૨૨૩ વોટની ચોરીનો દાવો કર્યો હતો એ ગામમાંથી કૉન્ગ્રેસને વધારે મત મળ્યા હતા

10 November, 2025 09:37 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

તમામ મતદારોએ કહ્યું હતું કે ‘મતચોરી થઈ નથી, અમે જાતે જ જઈને મતદાન કર્યું હતું. રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે.’

રાહુલ ગાંધી

હરિયાણામાં વોટચોરીના મુદ્દે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સમાં ધકોલા ગામમાં મતચોરીનો આરોપ લગાવ્યો હતો એ ગામમાં ગઈ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) કરતાં કૉન્ગ્રેસને વધારે મત મળ્યા હતા અને જેમના નામે મતચોરીનો આરોપ થયો હતો એ તમામ મતદારોએ કહ્યું હતું કે ‘મતચોરી થઈ નથી, અમે જાતે જ જઈને મતદાન કર્યું હતું. રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે.’

રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ-કૉન્ફરન્સમાં હરિયાણાના એક બૂથ પર ૨૨૩ સમાન એન્ટ્રીની વાત કરી હતી. ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે આ સ્થાન પર BJPનો નહીં પણ કૉન્ગ્રેસનો મત-હિસ્સો વધ્યો હતો. લોકસભા અને વિધાનસભા બન્ને ચૂંટણીઓનો ડેટા દર્શાવે છે કે કૉન્ગ્રેસે આ મતવિસ્તારમાં BJP સાથેનું અંતર ઘટાડ્યું હતું. 

national news india haryana congress rahul gandhi bharatiya janata party political news