25 July, 2026 09:11 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સાથી પોલીસની ૧૭ વર્ષની દીકરીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાના આરોપસર કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ શરમજનક ઘટનામાં એક કોન્સ્ટેબલે પોતાની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં લઈ જવાના બહાને દસમા ધોરણમાં ભણતી છોકરીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.
ધારમાં તહેનાત કૉન્સ્ટેબલ સંતોષ સેન અને છોકરીના પિતા સહ-કર્મચારી હતા અને તેથી છોકરી તેને ઓળખતી હતી. સંતોષ સેને પોતાની પુત્રીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સાંજે ૬ વાગ્યે છોકરીને લાલ પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી હતી. છોકરી ૬:૩૦ વાગ્યે પહોંચી ત્યારે સંતોષ સેન અને તેનો સાથી કૉન્સ્ટેબલ જિતેન્દ્ર રાજપૂત ત્યાં હતો. ઘરે જવાને બદલે તેઓ છોકરીને એક પરિચિતની ખાલી રૂમમાં લઈ ગયા જ્યાં સંતોષ સેને તેના પર બળાત્કાર કર્યો હતો.