03 January, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં બંગલાદેશી ખેલાડીના સમાવેશને લગતો વિવાદ શમવાના કોઈ સંકેત દેખાતા નથી. ઘણાં હિન્દુ સંગઠનોએ એનો વિરોધ કર્યો છે, કથાવાચક દેવકીનંદન ઠાકુર અને જગદ્ગુરુ રામભદ્રાચાર્યે એના વિશે વિરોધ કર્યો છે પણ હવે શાહરુખ ખાનની જીભ કાપી લાવનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અખિલ ભારતીય હિન્દુ મહાસભા, આગરાનાં જિલ્લાપ્રમુખ મીરાએ જણાવ્યું છે કે જે કોઈ શાહરુખની જીભ કાપી લાવશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે.
આ જાહેરાત પછી કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર મીરા રાઠોડનાં વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.