23 August, 2025 08:46 AM IST | Panchkula | Gujarati Mid-day Online Correspondent
ધરપકડ કરાયેલા આરોપીઓ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
હરિયાણાની પંચકુલા સાયબર થાણા પોલીસ અને ચંડી મંદિર થાણા પોલીસે મોટી સફળતા મેળવી છે. ડીસીપી ક્રાઈમ મનપ્રીત સુદાનના નેતૃત્વમાં એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગનો પર્દાફાશ થયો છે. લગભગ 15 કલાક ચાલેલા દરોડામાં પોલીસે 150 કોમ્પ્યુટર, 140 મોબાઈલ અને 12 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ ચાલાક લોકો વિદેશમાં બેસીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને છેતરતા હતા અને પોલીસે આ કેસમાં લગભગ 85 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વિદેશમાં છેતરપિંડી કરીને પૈસા ભેટમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા અને હવાલા દ્વારા મોકલવામાં આવતા હતા. તેમણે કહ્યું કે આ કૉલ સેન્ટરો મોટાભાગે રાત્રિના સમયે કામ કરતા હતા. ડીસીપી ક્રાઇમે જણાવ્યું હતું કે ત્રણેય કૉલ સેન્ટર અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હતા. આ ત્રણેય કૉલ સેન્ટર ઓટીટી, બૅન્ક સેવાઓ પૂરી પાડવાના નામે છેતરપિંડી કરતા હતા. આ ગૅન્ગ સેવા સમાપ્તિનું બહાનું આપીને વિદેશમાં લોકોને છેતરતી હતી. આ કૉલ સેન્ટર ઇન્ફોટેક ટીબીએમ યુનાઇટેડના નામે ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યું હતું.
ડીસીપી ક્રાઈમ મનપ્રીત સુદાનએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ, ડિટેક્ટીવ સ્ટાફ, સ્ટેટ ક્રાઈમ અને ચંડીમંદિર પોલીસની ટીમે સેક્ટર-22 આઈટી પાર્કમાં 3 અલગ અલગ સ્થળોએ નકલી કૉલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા.
અમેરિકી નાગરિકો અને અન્ય દેશોના નાગરિકોને નિશાન બનાવતા
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ અમેરિકી નાગરિકો અને અન્ય દેશોના નાગરિકોને નિશાન બનાવતા હતા. ડીસીપી ક્રાઇમે જણાવ્યું હતું કે પહેલું કૉલ સેન્ટર સર્ટિસિસ આઇટી સર્વિસ કંપની હતું, બીજું આઈસ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ અને વધુ એક કંપની આ કૌભાંડનો ભાગ હતી. ડીસીપી ક્રાઇમે જણાવ્યું હતું કે ત્રણેય કૉલ સેન્ટર અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હતા. આ ત્રણેય કૉલ સેન્ટર ઓટીટી, બૅન્ક સેવાઓ પૂરી પાડવાના નામે છેતરપિંડી કરતા હતા. આ ગૅન્ગ સેવા સમાપ્તિનું બહાનું આપીને વિદેશમાં લોકોને છેતરતી હતી. આ કૉલ સેન્ટર ઇન્ફોટેક ટીબીએમ યુનાઇટેડના નામે ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યું હતું.
85 લોકોની ધરપકડ કરવામાં આવી
ડીસીપી ક્રાઈમે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 85 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગૅન્ગના વિદેશી દેશો સાથે પણ સંબંધો છે. તેમણે કહ્યું કે તેઓ ઓબામા હેલ્થકેરના નામે વીમા આપવાના નામે છેતરપિંડી કરતા હતા. ગુપ્ત માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપીએ કહ્યું કે અહીં કામ કરતા કર્મચારીઓને આ ગુનાની જાણ હતી કે નહીં... તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે વિદેશમાં છેતરપિંડી કરીને પૈસા ભેટમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા અને હવાલા દ્વારા મોકલવામાં આવતા હતા. તેમણે કહ્યું કે આ કૉલ સેન્ટરો મોટાભાગે રાત્રિના સમયે કામ કરતા હતા.