✕

બંગાળની ખાડીમાં અકવાન વાવાઝોડાનો ખતરો: એક મહિનામાં ત્રીજું તોફાન

15 November, 2026 12:53 PM IST  |  Bengal | Gujarati Mid-day Correspondent

કલકત્તાના હવામાન વિભાગ અનુસાર શુક્રવારે સવારે બનેલું લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ‘અકવાન’ વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

બંગાળની ખાડીમાં સતત ઉદ્ભવી રહેલાં વાવાઝોડાએ ફરી એક વાર ચિંતા વધારી છે. ઑક્ટોબરના અંતમાં ‘અર્નબ’ અને નવેમ્બરની શરૂઆતમાં ‘મુરાસુ’ બાદ હવે એક મહિનાની અંદર ત્રીજું વાવાઝોડું ‘અકવાન’ ત્રાટકવાની શક્યતા છે. અર્નબ અને મુરાસુ વચ્ચે માત્ર ૬ દિવસનું અંતર હતું. કલકત્તાના હવામાન વિભાગ અનુસાર શુક્રવારે સવારે બનેલું લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ‘અકવાન’ વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે.

bengal cyclone Weather Update news india national news