દિલ્હીમાં બાળકી પરના બળાત્કાર અને હત્યાના બનાવથી ભારેલો અગ્નિ

05 August, 2021 09:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલે કાયદો તોડ્યો હોવાનો આરોપ : કાર્યવાહીની માગણી

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં બળાત્કાર બાદ હત્યાનો ભોગ બનેલી નવ વર્ષની બાળકીના કુટુંબીજનોને મળ્યા હતા. તેમણે એ બાળકીના કુટુંબીજનોને સાંત્વન આપવા ઉપરાંત ૧૦ લાખ રૂપિયાની સહાયની બાંયધરી આપી હતી. કેજરીવાલે એ અપરાધની મૅજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ પણ આપ્યો હતો. કેજરીવાલે ઘટના પ્રત્યે દુઃખ, કુટુંબને આર્થિક સહાય અને મૅજિસ્ટ્રેટ દ્વારા તપાસનો ઉલ્લેખ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં પણ કર્યો હતો.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગઈ કાલે રાહુલ ગાંધી વિશે શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પીડિતા બાળકીના પરિવારની તસવીરો મીડિયામાં શૅર કરીને કાનૂન તોડ્યો એ બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.’ બીજી તરફ, આ પંચે ટ્વિટર ઇન્ડિયાને નોટિસ મોકલીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. પંચે જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ પીડિતા બાળકીના મમ્મી-પપ્પાની તસવીર પોતાના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરીને પોસ્કો કાનૂનનો ભંગ કયોર઼્ છે.

national news new delhi arvind kejriwal rahul gandhi