27 March, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તિહાડ જેલ
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ મંગળવારે તિહાડ જેલને દિલ્હીની બહાર ખસેડવા માટેની યોજનાની જાહેરાત કરી હતી અને આ માટે સર્વે કરવા ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ જેલ રહેણાક વિસ્તારની નજીક હોવાથી સલામતીની ચિંતાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.
તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે. તિહાડ જેલમાં શરૂમાં ૧૨૭૩ કેદીઓને રાખવાની ક્ષમતા હતી, પણ એ વધારીને ૫૦૦૦થી ૬૦૦૦ કરવામાં આવી છે. જોકે અહીં ૧૩,૦૦૦થી વધારે કેદીઓને રાખવામાં આવે છે. તિહાડ જેલમાં ગુંડાઓ, રાજકારણીઓ, VIP કેદીઓને રાખવામાં આવે છે.
1958
આ વર્ષમાં તિહાડ જેલની સ્થાપના
400
આટલા એકર વિસ્તારમાં છે તિહાડ જેલ
1273
જેલમાં આટલા કેદીઓને રાખવાની પ્રારંભિક ક્ષમતા હતી
13,000+
તિહાડ જેલમાં હાલમાં આટલા કેદીઓ છે