02 July, 2025 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટના નિર્દેશ મુજબ દિલ્હીમાં ગઈ કાલે પહેલી જુલાઈથી પેટ્રોલ-પમ્પ પર ફ્યુઅલ ભરાવતી વખતે પહેલાં વાહનોની RC બુક ચેક કરવામાં આવી હતી. આજથી દિલ્હીમાં ૧૫ વર્ષથી જૂની પેટ્રોલ ગાડીઓને અને ૧૦ વર્ષથી જૂની ડીઝલ ગાડીઓને કોઈ પેટ્રોલ-પમ્પ પર ફ્યુઅલ આપવામાં નહીં આવે. શહેરમાં ફેલાઈ રહેલા ઍર-પૉલ્યુશનને ઘટાડવા માટે આ પગલાં લેવાયાં છે. જે વાહનો આ નિયમનું ઉલ્લંઘન કરતાં જણાશે એના માલિકોને દંડ થઈ શકે છે. આ પૉલિસીને અસરકારક રીતે લાગુ કરવા માટે પેટ્રોલ-પમ્પ પર ઑટોમૅટિક નંબર પ્લેટ રેકગ્નિશન કૅમેરા લગાવવામાં આવ્યા છે.
અત્યારે આ નિયમ પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ માટે જ છે. ૧૫ વર્ષથી જૂની CNG ગાડીઓને આ નિયમમાંથી હાલપૂરતી બાકાત રાખવામાં આવી છે.