20 August, 2025 11:54 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બુધવારે સવારે રાજધાની દિલ્હી (Delhi)ની ૫૦ થી વધુ શાળાઓને ઇમેઇલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Delhi Schools Bomb Scare) મળી હતી. જોકે હજી સુધી તે સ્પષ્ટ નથી કે કઈ શાળાઓને ધમકી મળી છે, પરંતુ એક શાળા માલવિયા નગર (Malviya Nagar)માં અને બીજી નજફગઢ (Najafgarh)માં હોવાનું કહેવાય છે.
આજે સવારે ફરી દિલ્હીની ૫૦થી વધુ શાળાઓને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. હજી સુધી એટલી સ્પષ્ટતા નથી મળી કે, કઈ શાળાઓને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. પરંતુ એક શાળા માલવિયા નગરમાં અને બીજી નજફગઢમાં હોવાનું કહેવાય રહ્યું છે. તે સિવાય ડીએવી પબ્લિક સ્કૂલ (DAV Public School), ફેઇથ એકેડેમી (Faith academy), દૂન પબ્લિક સ્કૂલ (Doon Public School) અને સર્વોધ્યા વિદ્યાલય (Sarvodhaya Vidyalaya) જેવી સંસ્થાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. ઇમેઇલ મોકલનાર, જેને `ટેરરાઇઝર્સ 111` તરીકે ઓળખવામાં આવે છે, તેણે ૨૫૦૦૦ અમેરિકન ડોલરની માંગણી કરી હતી.
દિલ્હીના હૌજ રાનીમાં આવેલી સર્વોદ્ય કન્યા વિદ્યાલય (Sarvodya Kanya Vidyalya SKV) ખાતે આજે સવારે બૉમ્બ સ્ક્વોડ અને સુરક્ષા કર્મચારીઓ પહોંચ્યા હોવાની માહિતી મળી છે. દિલ્હી ફાયર સર્વિસ (Delhi Fire Service)ના જણાવ્યા અનુસાર, માલવિયા નગરમાં SKV ખાતે સવારે ૭.૪૦ વાગ્યે અને આંધ્ર સ્કૂલ (Andhra Education Society) ખાતે સવારે ૭.૪૨ વાગ્યે ધમકીભર્યો કોલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વૉડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શોધખોળ દરમિયાન કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો.
આ ઘટનાથી બાળકોના માતા-પિતા ચિંતિત થઈ ગયા છે. કેટલીક શાળાઓએ સુરક્ષા કારણોસર ઓનલાઈન વર્ગો શરૂ કર્યા. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઇમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યા હતા અને તેની પાછળ કોણ જવાબદાર છે.
બે દિવસ પહેલાં જ એટલે કે ૧૮ ઓગસ્ટના રોજ શહેરની ૩૨ શાળાઓને આવી જ ધમકીઓ મળ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે. ઓગસ્ટના રોજ દિલ્હીની ૩૨ શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ શાળાઓમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public School), મોર્ડન કોન્વેન્ટ (Modern Convent) અને શ્રીરામ સ્કૂલ (Shri Ram School)નો સમાવેશ થાય છે. દિલ્હી ફાયર બ્રિગેડ (Delhi Fire Brigade)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને સવારે સાત વાગ્યે શાળાની અંદર વિસ્ફોટક ઉપકરણ હોવાની માહિતી મળી હતી. દિલ્હી પોલીસ (Delhi Police), બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વૉડની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે પણ તપાસ દરમિયાન પોલીસને કોઈ વિસ્ફોટક મળ્યો ન હતો.
આ પહેલાં પણ જુલાઈ મહિનામાં સતત પાંચ દિવસ સુધી દિલ્હીની અનેક સ્કૂલોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.