ફક્ત 30 મિનિટમાં કરી શકાશે દિલ્હીથી મુંબઇનો પ્રવાસ, હાઇપરસોનિક પ્લેનને મળ્યા પંખ

18 October, 2021 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hermeus Hypersonic Plane: અમેરિકન કંપની હર્મેસ હાઇપરસોનિક પ્રવાસી વિમાન બનાવવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આ વિમાન થકી દિલ્હીથી મુંબઇનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના સૌથી ઝડપથી ઉડનારા વિમાન કોનકૉર્ડને બંધ થયાને બે દાયકાથી પણ વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે. જો કે, હવે ફરી એકવાર સુપરસોનિક પ્રવાસની માગ ઝડપી થતી જઈ રહી છે. વિશ્વભરમાં અનેક સુપરફાસ્ટ વિમાનોનો વિકાસ થઈ રહ્યો છે. અનેક કંપનીઓ આગામી થોડાક વર્ષોમાં સુપરસોનિક વિમાનોને ફરીથી ઉડાડવા માટે તૈયાર છે. આ બધાની વચ્ચે હવે ચર્ચા હાઇપરસોનિક વિમાનોની ઝડપી થઈ ગઈ છે. ધ્વનિ કરતા પાંચ ગણી વધારે ઝડપથી ઉડતા આ પ્લેન ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે અને માત્ર 30 મિનિટમાં દિલ્હીથી મુંબઇ પહોંચાડી શકે છે.

આટલું અંતર નક્કી કરવામાં કોનકૉર્ડને એક કલાક અને સામાન્ય વિમાનોને લગભગ બે કલાક લાગી જાય છે. અમેરિકાના અટલાંટા સ્થિત એક સ્ટાર્ટઅપ હર્મેસ હવે હાઇપરસોનિક વિમાનોના વિકાસમાં લાગેલું છે. તેમનું માનવું છે કે હાઇપરસોનિક વિમાનોનો વિકાસ શક્ય છે. આ સ્ટાર્ટઅપ પહેલાથી જ એક નવા પ્રકારના એન્જિનનું પરીક્ષણ કરી રહ્યું છે. કંપનીનું માનવું છે કે આ એન્જિન મેક-5ની ઝડપ મેળવવામાં મદદગાર સાબિત થશે.

`બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓ પર છે ફોકસ`
આ એન્જિનને હાલ નાના અને માનવરહિત હાઇપરસોનિક એરક્રાફ્ટ હર્મેસ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો કે, પછીથી આને મોટા આકારના વિમાન માટે પણ ડિઝાઇન કરી શકાય છે જેથી પ્રવાસી વિમાનોને પણ ઉડાડી શકાય. આ પ્રયત્ન બાદ પણ પ્રવાસી વિમાન હાલ દૂર છે. હર્મેસનો ઇરાદો વર્ષ 2029 સુધી પહેલી ટેસ્ટ ફ્લાઇટ ઉડાડવાનો છે. શરૂઆતમાં આને હા 100 પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

હર્મેસના સીઇઓ એજે પિપલિકાએ કહ્યું કે અમે એક ઍરલાઇન માટે એક બિઝનેસ મૉડલ બનાવ્યો છે. અમે બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓ પર ફોકસ કરી રહ્યા છીએ. ત્યાર બાદ અન્ય માનદંડો જેમ કે સ્પીડ અને ઑપરેટિંગમાં આવનારા ખર્ચ પર ધ્યાન આપવામાં આવશે. આ વિમાનમાં 20 પેસેન્જર કેબિન બનાવી શકાય છે. આ કોઇક વિશાળ બિઝનેસ જેટની ક્ષમતાથી વધારે દૂર નથી. અમે આશા રાખીએ છીએ કે આ બિઝનેસ માટે લાભદાયક હશે. જો કે, હવે એ જોવું રસપ્રદ રહેશે કે આટલી સ્પીડમાં કેટલા લોકો પ્રવાસ કરવા માગે છે.

national news new delhi Mumbai mumbai news