"દિલીપ કુમારના નિધનથી આપણા સાંસ્કૃતિક જગતને મોટી ખોટ" : વડાપ્રધાન મોદી

07 July, 2021 01:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર રાજનેતાથી લઈ અભિનેતાઓ શોક વ્યક્ત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

દિલીપ કુમાર - ફાઇલ તસવીર

બૉલિવૂડના દિગ્ગજ નેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર ભારતમાં શોકનો માહોલ છે.  રાજનેતાઓ અને અભિનેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. 

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન મોદીએ દિલીપકુમારના નિધનને દેશની સાંસ્કૃતિક જગત માટે નુકસાન ગણાવ્યું છે અને કહ્યું કે તેમને સિનેમાના લિજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દિલીપકુમારને અદ્વિતીય પ્રતિભાનો આશીર્વાદ પ્રાપ્ત હતો, જેના કારણે પ્રેક્ષકો પેઢી દર પેઢી મંત્રમુગ્ધ થતા હતાં. 

 

વડાપ્રધાન પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલીપકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવનારી પેઢી ભારતીય સિનેમામાં દિલીપકુમારના અમુલ્ય પ્રદાનને યાદ કરશે. રાહુલ ગાંધીએ દિલીપકુમારના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વિટ પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે "દિલીપકુમારે પોતાને ઉભરતા ભારતના ઇતિહાસનો સારાંશ આપ્યો છે. તેમના અવસાન સાથે એક યુગ સમાપ્ત થાય છે. દિલીપ સાબ ભારતના હૃદયમાં કાયમ જીવશે. તેમના ચાહકો અને પરિવારને સંવેદના."

 આ સાથે જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે  "દિલીપ કુમારે પોતાના કુશળ અભિનય અને આઈકોનિક રોલથી સિનેમાપ્રેમીઓને મનોરંજન પુરૂ પાડ્યું છે.  તેમના પરિવાર અને ચાાહકોને મારી સંવેદના." 

 
જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ  લિજેન્ડ અભિનેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે "દિલીપ કુમારના જવાથી બૉલિવૂડનો એક યુગ સમાપ્ત થયો છે.  તેમનો શાનદાર અભિનય કલા જગતમાં એક વિશ્વવિદ્યાલય સમાન હતો. તે હંમેશા આપણા બધાના દિલમાં જીવંત રહેશે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે."

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતાં લખ્યું કે," દિલીપકુમાર જી, ભારતીય સિનેમાના નેતા, અભિનય સમ્રાટ, અસંખ્ય કલાકારોનો પ્રેરણાસ્ત્રોત દિલીપ કુમારના નિધનથી સિનેમા જગતમાં ખોટ પડી છે. ભગવાનને પ્રાર્થના કે તેમના આત્માને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ સહન કરવાની શક્તિ આપે. "


સપા નેતા અખિલેશ યાદવે પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, "મોત તેમને કયાંય પણ નહીં લઈ જઈ શકે અને ચાહકોની યાદ તેમને કયાંય નહીં જવા દે. વો મુગલ-એ-આઝમ કા બગાવતી અંદાજ... સલીમ કા અમર કિરદાર... તમે કયાંય નહી જાઓ દિલીપ સાહેબ."

આ સાથે જ માયાવતીએ પણ દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે..


આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અભિનેતાના પરિવાર અને સાયરા બાનુ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું કે..

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ  દિગ્ગજ અભિનેતાની ખોટ પર શોક વ્યક્ત કર્યો છે. 

dilip kumar narendra modi arvind kejriwal amit shah ram nath kovind national news