ગગનયાન મિશનમાં અવકાશયાત્રીઓને પાછા ધરતી પર લાવવા માટેની પૅરૅશૂટનું પરીક્ષણ સફળ

20 February, 2026 09:38 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

ચંડીગઢમાં ગગનયાન મિશનના ડ્રૉગ પૅરૅશૂટના ક્વૉલિફિકેશનની ટેસ્ટ પાર પડી

બુધવારે ચંડીગઢમાં ડ્રૉગ પૅરૅશૂટનું સફળ પરીક્ષણ થયું હતું

સમાનવ અંતરીક્ષયાન અંતરીક્ષમાં જાય એ માટેની ટેક્નૉલૉજી જેટલી મહત્ત્વની છે એના જેટલું જ મહત્ત્વનું છે કે અવકાશમાં ગયેલા અવકાશયાત્રીઓ સફળ રીતે પૃથ્વી પર પાછા ફરે. ભારતે એની તૈયારીઓમાં પહેલું ડગલું પાર કરી લીધું છે. ભારતે પ્રથમ સમાનવ અંતરીક્ષ મિશન ગગનયાન માટે ડ્રૉગ પૅરૅશૂટના ક્વૉલિફિકેશન લેવલની લોડ-ટેસ્ટ સફળતાપૂર્વક કરી લીધી છે. આ ટેસ્ટમાં મૅક્સિમમ ભાર લોડમાં નાખીને પૅરૅશૂટની મજબૂતી અને સુરક્ષા-માર્જિન તપાસવામાં આવે છે. આ સ્ટેટ પછી પાકું થઈ ગયું છે કે ભારત મજબૂત અને મોટી ક્ષમતાવાળાં રિબન પૅરૅશૂટ ડિઝાઇન કરવામાં સક્ષમ છે. સાથે જ આ પૅરૅશૂટ અસલી મિશન જેવી જ પરિસ્થિતિઓમાં પણ સુરક્ષિત હશે અને સારી રીતે કામ કરી શકશે. ગગનયાન મિશનમાં અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે આ ડ્રૉગ પૅરૅશૂટ બહુ જ મહત્ત્વની છે. કૅપ્સ્યુલ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પાછી પ્રવેશે છે ત્યારે આ પૅરૅશૂટ એની ગતિને તેજ કરવામાં મદદ કરે છે.

બુધવારે ચંડીગઢની ટર્મિનલ બૅલિસ્ટિક્સ રિસર્ચ લૅબોરેટરીની રેલ ટ્રૅક રૉકેટ સ્લેડ સુવિધામાં આ ટેસ્ટ કરવામાં આવી હતી. 

chandigarh defence ministry defence research and development organisation drdo national news news