રાષ્ટ્રપતિ મુર્મુ થઈ ગયા ભાવુક, પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ઉજવ્યો 67મો જન્મદિવસ

21 June, 2025 07:18 AM IST  |  Dehradun | Gujarati Mid-day Online Correspondent

Droupadi Murmu Birthday: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના દહેરાદૂનના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ 19 મે, ગુરુવારના રોજ દહેરાદૂન પહોંચ્યા હતા. આજે 20 મેના રોજ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ પણ છે. આ પ્રસંગે દહેરાદૂનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમ (તસવીર સૌજન્ય: એજન્સી)

Droupadi Murmu Birthday: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના દહેરાદૂનના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ 19 મે, ગુરુવારના રોજ દહેરાદૂન પહોંચ્યા હતા. આજે 20 મેના રોજ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ પણ છે. આ પ્રસંગે દહેરાદૂનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોએ રાષ્ટ્રપતિ માટે ગીત ગાયું હતું.

આ સાંભળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અચાનક ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. આજે, શુક્રવાર 20 મે ના રોજ, દહેરાદૂનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ વિઝ્યુઅલ ડિસેબિલિટીઝ (National Institute for the Empowerment of Persons with Visual Disabilities) માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Droupadi Murmu Birthday: બાળકોએ વારંવાર `યે દિન આયે` ગીત ગાયું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાવુક થઈ ગયા અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં. જ્યારે બાળકોએ દેહરાદૂન NIEPVD માં આમિર ખાનની ફિલ્મ તારે જમીન પરનું ગીત ગાયું, ત્યારે રાષ્ટ્રપતિ તેમજ સ્ટેજ પર બેઠેલા બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. ગીતના અંતે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

બાળકોએ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પરફોર્મન્સ આપ્યું કે તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાની લાગણીઓને કાબુમાં રાખી શક્યા નહીં અને સ્ટેજ પર રડવા લાગ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભાવુક થતા જોઈને પાછળ ઉભેલા સુરક્ષા કર્મચારીઓએ તેમને રૂમાલ આપ્યો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Droupadi Murmu Birthday: દિવ્યાંગ બાળકોના પ્રદર્શનને જોઈને માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પરંતુ સ્ટેજ પર હાજર કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર અને રાજ્યપાલ ગુરમીત સિંહ પણ ભાવુક થઈ ગયા. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ આ બાળકોની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે અહીં આવીને મને ખૂબ આનંદ થયો છે. જ્યારે હું બાળકોને ગાતા જોઈ રહી હતી, ત્યારે મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. આ બાળકો તેમના દિલથી ગાતા હતા.

તાજેતરમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બુધવારે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કર્યો હતો. ૨૦૨૫ની ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરેમની (ફેઝ-ટૂ) રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી જેમાં સશસ્ત્ર દળો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO)ના કર્મચારીઓને ૯૨ વિશિષ્ટ સેવા સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. ૩૦ પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), પાંચ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) અને ૫૭ અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) વિશિષ્ટ બહાદુરી, અદમ્ય હિંમત અને ફરજ પ્રત્યે અસાધારણ પ્રદર્શન માટે એનાયત કરવામાં આવ્યા હતા.

droupadi murmu dehradun uttarakhand directors general of military operations dgmo operation sindoor ind pak tension national news news