દિલ્હી, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ધરતીકંપના ઝટકા

04 April, 2026 09:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૫.૯ તીવ્રતા ધરાવતા અર્થક્વેકનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનના બૉર્ડર ક્ષેત્રમાં હતું

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે રાતે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, પુંછ અને કાશ્મીરી ઘાટીના વિસ્તારો‍‍માં ધરતીકંપનું તીવ્ર કંપન અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૫.૯ નોંધાઈ હતી અને એનું ઉદ્ગમસ્થાન અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનના બૉર્ડર ક્ષેત્રમાં હતું. ગઈ કાલે રાતે ૯.૪૫થી ૯.૫૦ની વચ્ચે ધરતીકંપના ઝટકા દિલ્હી-NCRનાં હાઈ રાઇઝ બિ‌લ્ડિંગોમાં રહેતા લોકોએ પણ અનુભવ્યા હતા. લોકો ઘરો અને ઑફિસોમાંથી તરત બહાર ખુલ્લા મેદાનમાં નીકળી આવ્યા હતા. ગઈ કાલે મોડી રાત સુધી કોઈ જાનમાલની હાનિ નહોતી નોંધાઈ.

earthquake new delhi jammu and kashmir chandigarh punjab national news news