07 January, 2025 12:42 PM IST | Bijapur | Gujarati Mid-day Correspondent
નક્સલીઓએ તેમનું વાહન ઉડાડી મૂક્યા બાદ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સના ૮ જવાનો અને એક ડ્રાઇવરનો વેરવિખરે પડેલો સામાન.
છત્તીસગઢના નક્સલવાદી પ્રભાવિત બીજાપુરના કુટરુ માર્ગ પર નક્સલવાદીઓએ કરેલા ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટમાં ૮ જવાનો શહીદ થયા હતા. એક ડ્રાઇવરે પણ જીવ ગુમાવ્યો હતો. દંતેવાડા, નારાયણપુર, બસ્તર અને બીજાપુરમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોની ટીમ એક ઑપરેશન બાદ પાછી ફરી રહી હતી ત્યારે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ IED બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ઘટનાસ્થળે મોટો ખાડો પડી ગયો હતો અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ૮ જવાન અને એક ડ્રાઇવર એમ કુલ નવ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.