26 April, 2025 06:59 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલને બહેન અને પિતાએ આપ્યો મુખાગ્નિ
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર ૨૬ વર્ષના લેફ્ટનન્ટ વિનય નરવાલના ગઈ કાલે હરિયાણાના અંતિમ સંસ્કાર થયા હતા. વિનયની નાની બહેન સૃષ્ટિ નરવાલે પિતાની સાથે મળીને ભાઈને મુખાગ્નિ આપ્યો હતો. જોકે અંતિમ વિદાયની આ ઘડીએ તે ભાંગી પડી હતી. પરિવારને સાંત્વન આપવા આવેલા મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની સામે ચોધાર આંસુએ રડી પડી હતી અને આક્રોશ ઠાલવતાં વિનંતી કરી હતી કે ‘આઇ વૉન્ટ ધેમ ટુ બી ડેડ. જિસને મેરે ભાઈ કો મારા, મુઝે ઉસકા સિર ચાહિએ.’
એના જવાબમાં મુખ્ય પ્રધાને પણ ભરોસો આપ્યો હતો કે ‘વો મરેગા, જિસને મારા, ન્યાય ઝરૂર મિલેગા.’