ભારત-પાકિસ્તાનની મૅચ બાદ પંજાબ ઇન્સ્ટિટ્યૂટમાં કાશ્મીરી, યુપી, બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

26 October, 2021 10:28 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

મૅચ બાદ રવિવારે રાત્રે કેટલાક સૂત્રોચ્ચાર કરાતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 વર્લ્ડ કપ મૅચ બાદ પંજાબના સંગરૂર જિલ્લાના એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલાક કાશ્મીરી સ્ટુડન્ટ્સ અને ઉત્તર પ્રદેશ અને બિહારના સ્ટુડન્ટ્સ વચ્ચે ઝપાઝપી થઈ હોવાનં પોલીસે જણાવ્યું હતું.

મૅચ બાદ રવિવારે રાત્રે કેટલાક સૂત્રોચ્ચાર કરાતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કેટલાક કાશ્મીરી સ્ટુડન્ટ્સ અને બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક સ્ટુડન્ટ્સ સંગરૂરમાં ભાઈ ગુરદાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજીમાં પોતાના રૂમમાં મૅચ જોઈ રહ્યા હતા. પાકિસ્તાન સામે ભારત મૅચ હારી જતાં બંને જૂથના સ્ટુડન્ટ્સ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

દરમિયાન, સોશ્યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક કાશ્મીરી વિદ્યાર્થીએ ઉત્તર પ્રદેશના કેટલાક વિદ્યાર્થીઓ કથિત રીતે તેના રૂમમાં ઘૂસી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાની રૂમમાં થયેલી તોડફોડ બતાવતાં તેણે કહ્યું હતું કે અમે મૅચ જોઈ રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના કેટલાક સ્ટુડન્ટ્સ બળજબરી અમારી રૂમમાં ઘૂસી ગયા હતા. અમે અહીં ભણવા આવ્યા છીએ. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

national news india pakistan wt20 world t20 punjab kashmir uttar pradesh bihar