શિમલામાં રવિવારે રાતે ખાલી કરાવેલું પાંચ માળનું બિલ્ડિંગ સોમવારે સવારે તૂટી પડ્યું

01 July, 2025 08:09 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

નજીકમાં ફોર લેનનો રસ્તો બનાવવાના કામને કારણે આ બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી અને એને પગલે એ પડી ગયું હતું.

તૂટી રહેલું બિલ્ડિંગ અને એનો કાટમાળ.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં રવિવારની રાતથી પડતા ભારે વરસાદને કારણે ગઈ કાલે સવારે શિમલાની ભટ્ટાકુફર માઠૂ કૉલોનીમાં પાંચ માળનું એક બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. સદ્નસીબે આ બિલ્ડિંગને રવિવારે રાત્રે જ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. કહેવાય છે કે નજીકમાં ફોર લેનનો રસ્તો બનાવવાના કામને કારણે આ બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી અને એને પગલે એ પડી ગયું હતું.

himachal pradesh shimla monsoon news national news news Weather Update