✕

ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર લાગતાં સ્ટિકર્સ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક

10 October, 2026 02:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એ સ્ટિકર પર લગાવવામાં આવતો ગુંદર કે ઍડ્હેસિવમાં એવાં કેમિકલ્સ હોય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ હવે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર લગાવવામાં આવતાં સ્ટિકર્સ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી છે. એના દ્વારા કહેવાયું છે કે સ્ટિકર લાગેલાં ફ્રૂટ્સ કે વેજિટેબલ્સ ઘરે જઈને સ્ટિકર કાઢીને પાણીથી ધોઈ નાખો તો એ પૂરતું નથી. એ સ્ટિકર પર લગાવવામાં આવતો ગુંદર કે ઍડ્હેસિવમાં એવાં કેમિકલ્સ હોય છે જે પાણીથી ધોવાયા બાદ પણ પૂરી રીતે નીકળતાં નથી અને ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર ચોંટેલાં જ રહે છે. એ ગુંદરની નાનીઅમથી ક્વૉન્ટિટીથી પણ ગૅસ્ટ્રિક ટ્રબલ કે પછી ગળામાં ખિચ-ખિચ થઈ શકે છે અથવા ઊબકા આવી શકે.

આ બાબતે શું કાળજી લેવી એ જણાવતાં FSAAIએ કહ્યું હતું કે ‘પહેલાં તો એ સ્ટિકર કાઢી લેવું અને એટલા ભાગની છાલ કાઢી લેવી. જો શક્ય હોય તો એટલો ભાગ કાપીને ફેંકી દેવો, ઉપયોગમાં ન લેવો. આખું ફળ ફેંકી દેવાની જરૂર નથી.’

food news food and drink food and drug administration national news news