19 May, 2025 01:56 PM IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
ગોલ્ડન ટેમ્પલ (ફાઈલ તસવીર)
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ ગભરાયેલા પાકિસ્તાને પંજાબ સહિત અનેક શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા. પાકિસ્તાને સ્વર્ણ મંદિર પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓને નેસ્તનાબૂદ કરી દીધી હતી. ત્યાર બાદ પાકિસ્તાન તરફથી ભારતના અનેક શહેરો પર ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાની રડારમાં પંજાબના અન્ય અનેક શહેરો પણ આવ્યા હતા.
હવે પાકિસ્તાનમાં એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને અમૃતસર સ્થિત શ્રી હરમંદિર સાહિબ પર અનેકવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધા હુમલાને વાયુસેનાના ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કરી દીધા હતા. સેનાએ આઠ મેના થયેલા નિષ્ફળ હુમલા વિશે હવે ખુલાસો કર્યો છે.
એકથી વધારે વાર થયો હુમલાનો પ્રયત્ન
સેના પ્રમાણે, પાકિસ્તાન તરફથી આઠ મેના અનેક વાર શ્રી હરમંદિર સાહિબ પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાયુસેનાના સજગ સૈનિકોએ બધા જ હુમલાઓ નિષ્ફળ કરી દીધા હતા.
પાકિસ્તાનનું પ્રાઈમ ટારગેટ સ્વર્ણ મંદિર
જીઓસી 15 ઇન્ફ્રેન્ટ્રીના મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રિએ જણાવ્યું કે ભારતીય સેનાને ખબર હતી કે પાકિસ્તાન મિલિટ્રીની સાથે સાથે નાગરિક સંસ્થાનોને પણ નિશાન બનાવી શકે છે. તો ધાર્મિક સંસ્થાન પણ પાકિસ્તાનના નિશાને હતા. શ્રી હરમંદિર સાહિબ એક પ્રાઈમ ટારગેટ હતું.
મેજર જનરલ કાર્કિતે જણાવ્યું કે આઠ મેના પાકિસ્તાન તરફથી સ્વર્ણ મંદિર પર ભારે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમે પહેલાથી સતર્ક હતા આથી અમે બધા ડ્રોન અને મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી અને શ્રી હરમંદિર સાહિબને કશું પણ થવા ન દીધું.
મેજર જનરલે કહ્યું કે ઑપરેશન સિંદૂર ફક્ત સ્થગિત કરવામાં આવ્યું છે, આના પર પૂર્ણ વિરામ નથી મૂકાયો. તેનું વિકરાળ સ્વરૂપ હજી બાકી છે.
પાકિસ્તાની સેના ભારતીય સેનાનો સામનો કરવામાં અસમર્થ
મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ કહ્યું કે વારંવારની હાર બાદ, પાકિસ્તાની સેના પરંપરાગત કામગીરીમાં ભારતીય સેનાનો સામનો કરવામાં અસમર્થ છે. તેણે પોતાના લશ્કરી કાર્યો સરળતાથી પ્રોક્સીઓ અને આતંકવાદીઓને સોંપી દીધા છે. આતંકવાદીઓની ઘૂસણખોરી પરથી આપણું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ ઘણીવાર આપણી ચોકીઓ પર ગોળીબાર કરીને ઘૂસણખોરીને પ્રોત્સાહન આપે છે. આપણે એવી જગ્યાઓથી સારી રીતે વાકેફ છીએ જ્યાં સરહદ પર વાડ નબળી છે અથવા નદી કિનારા અથવા દુર્ગમ ભૂપ્રદેશને કારણે અસ્તિત્વમાં નથી. આપણે આ સ્થળોને હત્યાકાંડમાં ફેરવી દીધા છે.
જ્યાં સુધી સરહદ પર સેના છે, ત્યાં સુધી લોકોએ ડરવાની જરૂર નથી
ભારતીય સેનાના એક સૈનિકે કહ્યું કે હાલમાં અમે ઓપરેશન સિંદૂરનો ભાગ છીએ... ૮-૯ મેની રાત્રે, દુશ્મને અચાનક અમારા પર ગોળીબાર કર્યો અને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. અમે દુશ્મન પર સચોટ ગોળીબાર કર્યો અને તેના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. અમારા ગોળીબારનું પરિણામ એ આવ્યું કે સવાર સુધીમાં દુશ્મન ઘૂંટણિયે પડી ગયા અને તેમની ચોકી પર સફેદ ધ્વજ લહેરાવી દીધો. અમે અમારા દેશવાસીઓને ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી ભારતીય સેના દેશની સરહદો પર તૈનાત છે, ત્યાં સુધી કોઈ આ દેશ તરફ આંખ ઉંચી કરી શકશે નહીં.
સરહદી ગામડાઓના લોકોએ સેનાની પ્રશંસા કરી
સરહદ નજીકના એક ગામના જસબીર સિંહે કહ્યું કે આપણી સેના આપણા દેશનું ગૌરવ છે... આપણે આપણા શહેરોમાં રહી શકીએ છીએ કારણ કે આપણી સેના આપણી સરહદોનું રક્ષણ કરે છે... તેમના કારણે જ આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ. તાજેતરમાં ઉભા થયેલા તણાવને કારણે, સૈન્ય અમારા ગામ અને ખેતરોની નજીક આવ્યું. અમે શક્ય તેટલું અમારા સૈન્યની પડખે ઊભા રહ્યા અને તેમણે અમારી સુરક્ષા કરવાનું પોતાનું વચન પાળ્યું.
લોકો કહે છે કે અમે સુરક્ષા દળોને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે શ્રી હરમંદિર સાહિબ અને બાકીના શહેરનું રક્ષણ કર્યું. તેમણે અન્ય ધાર્મિક સ્થળોનું પણ રક્ષણ કર્યું. અમે અમારા સુરક્ષા દળો સાથે ખભે ખભા મિલાવીને ઉભા છીએ.