07 July, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નૅશનલ હાઇવે
દેશમાં આવેલા નૅશનલ હાઇવે (NH) પર જ્યાં ટનલ, ફ્લાયઓવર, એલિવેટેડ રોડ કે પુલ છે એવા વિસ્તારોમાં સરકારે ટોલ-દરમાં ૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. આનાથી વાહનચાલકોને ફાયદો થશે અને કમર્શિયલ વાહનોને એનો ઘણો મોટો ફાયદો થશે. અત્યાર સુધી ટોલ ટૅક્સ NH ફી નિયમો, ૨૦૦૮ અનુસાર વસૂલવામાં આવતો હતો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ૨૦૦૮ના નિયમોમાં ફેરફાર કર્યા છે.