તમારો પાળેલો ડૉગી વધુમાં વધુ ૨૫૦ શબ્દો શીખી શકે છે

04 April, 2025 02:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અભ્યાસના આધારે નિષ્ણાતોએ ડૉગીને તાલીમ આપતી વખતે કેવા પ્રકારના શબ્દો વાપરવા એની પણ યાદી બહાર પાડી છે. બાકી જે પણ શબ્દો દ્વારા તમે કોઈ કાર્ય કરવાનું શીખવવા માગતા હો તો એ રિપીટેટિવ હોવું જરૂરી છે.

પાળેલો ડૉગી વધુમાં વધુ ૨૫૦ શબ્દો શીખી શકે છે

કૂતરા પાળવાનો અને એને જાતજાતના કમાન્ડ શીખવવાનો શોખ આજકાલ ઘણા લોકોને હોય છે. જોકે તમારો ડૉગી ગમેએટલો સ્માર્ટ હોય એ અમુક હદથી વધુનું બૌદ્ધિક જ્ઞાન નથી લઈ શકવાનો. પોલીસ સર્વિસ ફોર્સમાં કામ કરતા ડૉગીઝ પર તેમની બિહેવિયર અને ક્ષમતાનો અભ્યાસ કરતા ડૉગ બિહેવિયરિસ્ટોએ નોંધ્યું છે કે સરેરાશ ડૉગી ૧૬૫ શબ્દો સમજી શકે છે. બે વર્ષના બાળક જેટલી સમજણશક્તિ કોઈ પણ ઉંમરના ડૉગીમાં હોય છે. ડૉગીઝનો ભાવનાત્મક આંક સારો હોય છે, પરંતુ બૌદ્ધિક આંક નહીં. પોલીસ સર્વિસમાં કામ કરતા જર્મન શેફર્ડ્સ કે બૉર્ડર કુલી પ્રજાતિના ડૉગીઝને જો બાળપણથી જ સ્માર્ટ ટ્રેઇનિંગ આપવામાં આવી હોય તો તેઓ ૧૦૦૦ શબ્દો સમજી શકે છે. બાકી ઍવરેજ ડૉગીને સ્માર્ટ ટ્રેઇનિંગ આપવાથી એ વધુમાં વધુ ૨૫૦ શબ્દોનું ભંડોળ યાદ રાખી શકે છે. આ અભ્યાસના આધારે નિષ્ણાતોએ ડૉગીને તાલીમ આપતી વખતે કેવા પ્રકારના શબ્દો વાપરવા એની પણ યાદી બહાર પાડી છે. બાકી જે પણ શબ્દો દ્વારા તમે કોઈ કાર્ય કરવાનું શીખવવા માગતા હો તો એ રિપીટેટિવ હોવું જરૂરી છે.

Education national news news technology news information technology act life masala wildlife