મહારાષ્ટ્ર HSC રિઝલ્ટ : 99.63 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા, 46 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 ટકા ગુણ

03 August, 2021 03:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ ધોરણ 12 ના પરિણામ જાહેર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ ધોરણ 12 ના પરિણામ જાહેર કર્યા છે. લગભગ 15 લાખ વિદ્યાર્થીઓમાંથી 99.63% વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે. મહારાષ્ટ્ર બોર્ડનું આ અત્યાર સુધીની સૌથી ઉત્તમ પરિણામ છે. આજે બોર્ડે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. પરિણામ સાંજે 4 વાગ્યે સત્તાવાર વેબસાઇટ્સ mahresult.nic.in, msbshse.co.in, hscresult.11thadmission.org.in અને hscresult.mkcl.org પર ઉપલબ્ધ થશે.

અહેવાલો અનુસાર કુલ 13,19,154 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી 13,14,965 વિદ્યાર્થીઓને પાસ થયા છે. આ વર્ષે 6542 જેટલી જુનિયર કૉલેજોએ 100% પરિણામ મેળવ્યું છે. ઉપરાંત રાજ્યમાં 46 વિદ્યાર્થીઓએ 100% ગુણ મેળવ્યા છે. પ્રદેશ પ્રમાણે કોંકણ વિભાગમાં સૌથી વધુ 99.81% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો મુંબઈમાં 99.79% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
આ વર્ષે સ્ટ્રીમ પ્રમાણે કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ સૌથી ઉત્તમ આવ્યું છે. કોમર્સના 99.91% વિદ્યાર્થીઓએ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. તો આર્ટસના 99.83% વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જ્યારે સાઇન્સ સ્ટ્રીમમાં પાસિંગ ટકાવારી 99.45% છે. 

 

 

national news maharashtra