ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો

26 September, 2021 12:24 PM IST  |  Karachi | Agency

કાશ્મીર વિશે બોલતાં ઇમરાન ખાને કહ્યું હતું કે સૈયદ અલી શાહ ગિલાનીના પરિવારના સભ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.

ઇમરાન ખાન

સંયુક્ત રાષ્ટ્રની જનરલ બેઠકને સંબોધતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનમાં ૪૮૦ ડ્રૉન હુમલા કર્યા હતા. એનાથી ઘણું નુકસાન થયું. જે લોકો મૃત્યુ પામ્યાં તેઓ અમેરિકાને બદલે પાકિસ્તાન પાસેથી બદલો લઈ રહ્યા છે. કાશ્મીર વિશે બોલતાં ઇમરાન ખાને કહ્યું હતું કે સૈયદ અલી શાહ ગિલાનીના પરિવારના સભ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. ગિલાનીના પરિવારને તેમના અંતિમ સંસ્કાર ઇસ્લામિક રીતે કરવા દેવા જોઈએ. કાશ્મીરમાં બર્બરતા રોકવી જોઈએ. પીએમ ઇમરાને કહ્યું કે અમારી પાસે મજબૂત સૈન્ય અને વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર એજન્સી છે. દુનિયાએ પાકિસ્તાન વિશે વખાણના બેશબ્દો નથી કહ્યા. એના બદલે અમનેદરેક બાબતમાં દોષી ઠેરવવામાં આવ્યા. અફઘાનિસ્તાનનો કોઈ સૈન્ય ઉકેલ નથી.  

national news pakistan imran khan jammu and kashmir