14 May, 2025 09:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પગલું ભરીને ગઈ કાલે નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને ૨૪ કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ પાકિસ્તાની અધિકારી પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતો એટલે ભારતે આ કાર્યવાહી કરી છે.