હવે સ્પીડ-પોસ્ટ ડિલિવરી પહોંચશે ચોવીસ કલાકમાં

18 October, 2025 01:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોસ્ટ વિભાગ દ્વારા ૨૦૨૬ના જાન્યુઆરીથી નેક્સ્ટ-ડે પાર્સલ અને પાર્સલ લાસ્ટ-માઇલ જેવી સર્વિસ શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર

૨૪ કલાકમાં સ્પીડ-પોસ્ટ પહોંચાડવાની ગૅરન્ટી સાથે ભારતીય પોસ્ટ વિભાગે સ્પીડ-પોસ્ટ સર્વિસમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. ૨૦૨૬ના જાન્યુઆરી મહિનાથી પોસ્ટ વિભાગ મેઇલ, પાર્સલ અને ઇન્ટરનૅશનલ સર્વિસમાં આઠ નવી સ્કીમ લૉન્ચ કરશે. એમાં નેક્સ્ટ-ડે પાર્સલ ડિલિવરી, પાર્સલ લાસ્ટ-માઇલ, એન્ડ-ટુ-એન્ડ પાર્સલ સોલ્યુશન્સ વગેરે સર્વિસિસનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ‘૨૪ કલાકની સ્પીડ-પોસ્ટ સ્કીમ અંતર્ગત લોકોનાં પાર્સલ ૨૪ કલાકમાં જ પહોંચાડી દેવામાં આવશે. એ જ રીતે ૪૮ કલાકની સ્પીડ-સ્કીમ અંતર્ગત ૪૮ કલાકની અંદર ડિલિવરી થવાની ગૅરન્ટી છે.’ અત્યારે સ્પીડ-પોસ્ટ ડિલિવરીમાં ચારથી પાંચ દિવસનો સમય લાગી જાય છે. નવી સ્કીમ અંતર્ગત આ સમય ઘટાડવામાં આવશે.

indian government india national news news