Omicron Effect: હવે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નહીં થાય શરૂ, જાણો વિગત 

01 December, 2021 04:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

. કેન્દ્ર સરકાર દ્વારા 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન (Omicron)ને કારણે મોટા ભાગના દેશો સતર્કતા દાખવી રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર દ્વારા 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હકીકતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું છે કે તે હજુ આ અંગે વિચાર-વિમર્શ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેશે. 

DGCAએ કહ્યું કે તે કોરોનાવાયરસના નવા પ્રકારોના ઉદ્ભવને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. પરિસ્થિતિ અનુસાર આગામી તારીખે નિર્ણય લેવામાં આવશે.

અગાઉ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવા અંગે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે 15 ડિસેમ્બર 2021થી ભારતમાં અને ત્યાંથી કોમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરી શકાશે. ગૃહ મંત્રાલય ત્રણ દેશોની યાદી તૈયાર કરશે. આના આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. જો કે, આ પછી ઓમિક્રોને પરિસ્થિતિ બદલી છે.

જોખમ ધરાવતા દેશોમાં હોંગકોંગ અને ઈઝરાયેલને પણ ઉમેરવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હોંગકોંગ અને ઇઝરાયેલને પણ એવા દેશોની યાદીમાં ઉમેર્યા છે જ્યાંથી પ્રવાસીઓએ આગમન પછીના પરીક્ષણ સહિત વધારાના પરિમાણોનું પાલન કરવું પડશે. જેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સહિતના યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે સાઉદ અરેબિયામાં પણ કોરોનાના ખતરનાક વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. સાઉદ અરેબિયાએ બુધવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના આ નવા વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે. આફ્રિકી દેશમાંથી આવેલા વ્યક્તિમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. 

world news coronavirus covid19