15 July, 2025 11:01 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં
ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)નાં વરિષ્ઠ અધિકારી સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ મનોજ યાદવના સ્થાને આ જવાબદારી સંભાળશે. મનોજ યાદવ ૩૧ જુલાઈએ નિવૃત્ત થશે. સોનાલી ૧૯૯૩ બૅચનાં મધ્ય પ્રદેશ કૅડરનાં IPS અધિકારી છે. સોનાલી મિશ્રા હાલમાં મધ્ય પ્રદેશ પોલીસમાં ઍડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે કાર્ય કરી રહ્યાં છે.
સોનાલી મિશ્રા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)માં ડેપ્યુટેશન પર હતાં ત્યારે દેશનાં પ્રથમ મહિલા ઇન્સ્પેક્ટર જનરલ (IG) પણ બન્યાં હતાં. પંજાબ ફ્રન્ટિયરનું કમાન્ડિંગ કરતી વખતે તેમણે ૫૫૩ કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાનની અટારી સરહદનું નિરીક્ષણ કર્યું હતું.
નરેન્દ્ર મોદીની સુરક્ષા સંભાળી છે
આ વર્ષે ૩૧ મેએ દેવી અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી પર ભોપાલમાં રાજ્ય સ્તરીય મહિલા સશક્તીકરણ પરિષદ યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી મહિલા પોલીસ-અધિકારીઓને સોંપવામાં આવી હતી. આમાં IPS સોનાલી મિશ્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં છથી વધુ મહિલા IPS અધિકારીઓએ ભોપાલમાં મહત્ત્વપૂર્ણ સ્થળોએ સેવા આપી હતી.
ઉત્તર ભારતના શ્રાવણનો પહેલો સોમવાર જુઓ કેવી રીતે ઊજવાયો
સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશાના પુરીના દરિયાકિનારે બનાવેલું રેતશિલ્પ.
ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં ઝગમગાટ અને ભક્તોની ભીડ.
પ્રયાગરાજમાં ‘તાલે વાલે મહાદેવ’ તરીકે ઓળખાતા શ્રી નાથેશ્વર મહાદેવ મંદિરમાં માનતાનું તાળું લગાડતી એક મહિલા. માનતા પૂરી થયા પછી ભક્તો અહીં પાછા આવીને તાળું ખોલી નાખે છે.
વારાણસીમાં ગંગાનું પવિત્ર જળ લઈને કાશી વિશ્વનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા ભક્તો.