ભારતે ઈરાનના ચાબહાર પોર્ટ પરથી કન્ટ્રોલ છોડી દીધો?

17 January, 2026 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે કર્યો આવો આરોપ: વિદેશમંત્રાલયે સ્પષ્ટતા કરી કે અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે...

રણધીર જાયસવાલ

ઈરાનમાં થઈ રહેલી અશાંતિના માહોલ વચ્ચે એક રિપોર્ટે ભારતમાં ખળભળાટ મચાવી દીધો હતો. એમાં કહેવાઈ રહ્યું છે કે ચાબહાર પોર્ટ બનાવવા માટે ભારતની ૧૦ વર્ષ જૂની ભાગીદારી લગભગ ખતમ થઈ ગઈ છે. ભારત માટે ઈરાનનું ચાબહાર બંદરગાહ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ગઈ કાલે કૉન્ગ્રેસે આરોપ મૂક્યો હતો કે ભારતે ચાબહાર ઍરપોર્ટ પરથી નિયંત્રણ હટાવી દીધું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘૨૦૨૫ની ૨૮ ઑક્ટોબરે અમેરિકાના ટ્રેઝરી વિભાગે સશરત પ્રતિબંધમાં છૂટ વિશે ગાઇડન્સ આપતો એક લેટર બહાર પાડ્યો હતો જે ૨૦૨૬ની ૨૬ એપ્રિલ સુધી વૅલિડ છે. અમે આ વ્યવસ્થા પર કામ કરવા માટે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છીએ.’

ministry of external affairs indian government iran united states of america international news national news news