11 April, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એક્સ
ભારતે પહેલા માનવ અંતરીક્ષ મિશન ગગનયાનની તૈયારીમાં વધુ એક ડગલાની સફળતા મેળવી હતી.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ ગુરુવારે ઇન્ટિગ્રેટેડ ઍર ડ્રૉપ ટેસ્ટ (IADT-1) સફળતાપૂર્વક કરી હતી. આ ટેસ્ટ ગગનયાન મિશન માટે તૈયાર કરવામાં આવેલા પૅરૅશૂટની વાસ્તવિક પરિસ્થિતિઓમાં પર્ફોર્મન્સ તપાસવા માટે કરવામાં આવી હતી. આ પ્રોસેસ મિશન સમયે અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત પૃથ્વી પર પાછા લાવવા માટે ખૂબ મહત્ત્વની છે. ટેસ્ટ દરમ્યાન લગભગ ૫.૭ ટન વજનની ક્રૂ-કૅપ્સ્યુલને વાયુસેનાએ ચિનુક હેલિકૉપ્ટર દ્વારા આકાશમાં ૩ કિલોમીટરની ઊંચાઈએથી ફેંકી હતી. આ કૅપ્સ્યુલે સમુદ્રમાં સેફ લૅન્ડિંગ કર્યું હતું. આ બીજી ડ્રૉપ ટેસ્ટ છે જે સફળ થઈ હતી.