જૈન સાધ્વીઓના રોડ-અકસ્માતમાં થયેલા મૃત્યુના વિરોધમાં જૈન સમાજે કાઢી મૌન રૅલી

26 May, 2026 10:41 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશનના ભોપાલ, ઇન્દોર, રતલામ, ખંડવા, ખરગોન, શાઝાપુર અને શુજાલપુર જેવાં શહેરોમાં જૈન સમાજે વિરોધ-પ્રદર્શન કર્યું હતું

વિરોધ-પ્રદર્શન

થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના રીવામાં બે જૈન સાધ્વીજીઓને પૂરઝડપે દોડતી એક કારે અડફેટે લેતાં એક સાધ્વીજી ઘટનાસ્થળે અને બીજાં સાધ્વીજી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટનાના વિરોધમાં મધ્ય પ્રદેશનના ભોપાલ, ઇન્દોર, રતલામ, ખંડવા, ખરગોન, શાઝાપુર અને શુજાલપુર જેવાં શહેરોમાં જૈન સમાજે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

ઇન્દોર અને રતલામ જેવાં શહેરોમાં જૈનોએ સફેદ કપડાંમાં મૌન રૅલી કાઢી હતી, જ્યારે ભોપાલમાં જૈન સમાજે એક જગ્યાએ બેસી વિરોધ દર્શાવતાં સ્લોગન્સ બતાવીને મૂક પ્રદર્શન કર્યું હતું. જૈન અગ્રણીઓએ આ વિરોધ-પ્રદર્શનમાં સ્થાનિક પ્રશાસન સામે સંત સુરક્ષા નીતિ બનાવવાની તેમ જ આ ઘટનાની તપાસ કરવા માટે સ્પેશ્યલ તપાસ સમિતિ નીમવાની માગણી મૂકી હતી. 

national news india madhya pradesh bhopal indore jain community road accident