કાશ્મીરમાં બસ ખાઈમાં પડી: ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો, ૨૯ જણ ઘાયલ

21 April, 2026 12:48 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

રામનગરથી ઉધમપુર જઈ રહેલી આ બસમાં સ્થાનિક સ્તરે નોકરી કરતા લોકો મુસાફરી કરી રહ્યા હતા

કાનોટ ગામ નજીક બસ કાબૂ ગુમાવીને ખીણમાં ખાબકી હતી

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ગઈ કાલે એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૨૯થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ બસમાં ૫૦ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. રામનગરથી ઉધમપુર જઈ રહેલી આ બસમાં સ્થાનિક સ્તરે નોકરી કરતા લોકો મુસાફરી કરી રહ્યા હતા. કાનોટ ગામ નજીક બસ કાબૂ ગુમાવીને ખીણમાં ખાબકી હતી. ખાઈમાં પડતાં પહેલાં આ બસે એક રિક્ષાને પણ કચડી નાખી હતી. બચાવ-કામગીરીમાં મદદ કરવા માટે અનેક ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પ્રાઇમ મિનિસ્ટર્સ નૅશનલ રિલીફ ફાઉન્ડેશન (PMNRF)માંથી બે-બે લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે.

jammu and kashmir road accident national news news