જેજેસી સેન્ટ્રલ બોર્ડ અને ચૅરિટેબલ ટ્રસ્ટની ૧૪મી કૉન્ફરન્સ યોજાશે પાંચમી-છઠ્ઠી જુલાઈએ નોએડામાં

04 July, 2025 11:59 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

કૉન્ફરન્સમાં જેજેસીનાં વિવિધ સેન્ટરોના ૫૪૯ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે. આ કૉન્ફરન્સમાં વિવિધ વિષયો અને પ્રોજેક્ટ્સ પર વિચારવિનિમય થશે.

પ્રતીકાત્મક તસવીર

જૈન જાગૃતિ સેન્ટર (જેજેસી) ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જેજેસી સેન્ટ્રલ બોર્ડ અને ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોએડા સ્થિત હોટેલમાં પાંચમી અને છઠ્ઠી જુલાઈએ ૧૪મી કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૉન્ફરન્સમાં જેજેસીનાં વિવિધ સેન્ટરોના ૫૪૯ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે. આ કૉન્ફરન્સમાં વિવિધ વિષયો અને પ્રોજેક્ટ્સ પર વિચારવિનિમય થશે.

જુલાઈ ૨૦૨૫ સુધીમાં જેજેસીનાં કુલ ૧૮૧ સેન્ટરની સ્થાપના થઈ છે. ૫૦ વર્ષમાં જેજેસીએ હરણફાળ ભરી છે. ખાણીપીણી માટેની સંસ્થાએ આજે સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે તથા રાષ્ટ્રીય કાર્યો, જીવદયા, સમૂહલગ્ન, યુવામેળા, મેડિકલ કૅમ્પ, ધાર્મિક આયોજનો, ભૂકંપરાહત, રેલરાહત વગેરે બાબતે ખૂબ જ પ્રગતિ કરી છે. જેજેસી દ્વારા કરોડો રૂપિયાનાં અનુદાન આપવામાં આવ્યાં છે. હાયર એજ્યુકેશન અસિસ્ટન્સમાં ૧૩,૫૦૦ વિદ્યાર્થીઓને ૧૩૫ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

noida new delhi national news news Education