કર્ણાટકમાં સરકારી બસ રસ્તા વચ્ચે રોકીને ડ્રાઇવરે નમાજ પઢી : મુસાફરોએ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો વિડિયો

02 May, 2025 12:51 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (KSRTC)ની બસ હબ્બલ્લીથી હાવેરી જઈ રહી હતી. બીજી તરફ કર્ણાટકના પરિવહનપ્રધાન રામલિંગા રેડ્ડીએ આ ઘટનાને લઈને તપાસનો આદેશ આપ્યો છે.

કર્ણાટકમાં સરકારી બસ રસ્તા વચ્ચે રોકીને ડ્રાઇવરે નમાજ પઢી

કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં એક સરકારી બસ-ડ્રાઇવર ડ્યુટી દરમ્યાન બસને રસ્તા વચ્ચે રોકીને સીટ પર બેસીને નમાજ પઢતો જોવા મળી રહ્યો છે. બસમાં નમાજ પઢતા ડ્રા​ઇવરને મુસાફરોએ મોબાઇલમાં રેકૉર્ડ કર્યો હતો. આ ઘટના ગયા મંગળવારે બની હતી. એમાં કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (KSRTC)ની બસ હબ્બલ્લીથી હાવેરી જઈ રહી હતી. બીજી તરફ કર્ણાટકના પરિવહનપ્રધાન રામલિંગા રેડ્ડીએ આ ઘટનાને લઈને તપાસનો આદેશ આપ્યો છે.

રાહુલ ગાંધી પર દૂધનો અભિષેક કેમ?

 ગઈ કાલે પટનામાં કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષના નેતા રાહુલ ગાંધીના કટઆઉટ પર દૂધનો અભિષેક કર્યો હતો. કેન્દ્ર સરકારે વસ્તીગણતરી સાથે જાતિગણના પણ કરવાનો નિર્ણય લીધો એનું શ્રેય કૉન્ગ્રેસીઓ રાહુલને આપી રહ્યા છે.

કાશ્મીરમાં યુદ્ધ માટે સજજ થઈ રહ્યા છે લોકો

જમ્મુ ઍન્ડ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ પાસે અન્ડરગ્રાઉન્ડ બન્કરની બહાર ઊભેલા લોકો તથા ઇન્ટરનૅશનલ બૉર્ડર પાસે જમ્મુના અરનિયા સેક્ટરની એક સ્કૂલમાં યુદ્ધ થાય તો શું કરવું એની ડ્રિલમાં ભાગ લેતાં બાળકો.

karnataka national news islam religion social media news viral videos