13 September, 2025 08:05 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા
વર્ષ ૨૦૨૨માં સત્તામાં આવ્યા પછી કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારની તિજોરી ખાલી છે, છતાં સરકાર ફરીથી જાતિ-જનગણના કરાવવાની છે. રાજ્ય સરકાર આ કામ પર કુલ ૪૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે. આને કારણે રાજ્યમાં હોબાળો મચી ગયો છે.
નવો જાતિ-સર્વે શરૂ કરવા પાછળ અંદાજિત ખર્ચ ૪૨૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કાસ્ટ-સેન્સસ એટલે કે જાતિ-જનગણના એ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સૌથી મોટું રાજકીય હથિયાર હોવાનું કહેવાય છે. કર્ણાટકમાં કૉન્ગ્રેસ સરકાર આવ્યા પછી કાસ્ટ-સેન્સસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેને ઘણાં વર્ષોથી જાહેર નહોતો કરાયો. જોકે એ રિપોર્ટ બહાર આવ્યા પછી રાજ્યમાં જુદા-જુદા જાતિ-વર્ગો વચ્ચેની રાજનીતિ ગરમાઈ ગઈ હોવાથી ફરીથી કાસ્ટ-સેન્સસ કરવાની જરૂર હોવાની માગણીએ જોર પકડ્યું હતું. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની સરકાર નવો કાસ્ટ-સર્વે અમલ કરી રહી છે. આ સર્વે ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં લગભગ ૧.૬૫ લાખ કર્મચારીઓને કામ પર લગાવાશે. તેઓ રાજ્યનાં લગભગ બે કરોડ ઘરોને આવરી લેશે.