Lakhimpur Kheri Violence: કૉંગ્રેસના નેતા રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા, અજય મિશ્રાને બરતરફ કરવાની માગ કરી

13 October, 2021 03:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાષ્ટ્રપતિને મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. ફાઇલ ફોટો/પીટીઆઈ

લખીમપુર ખેરી હિંસા અને ખેડૂતોની હત્યાને પગલે બુધવારે કૉંગ્રેસના નેતાઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું અને તેમને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવા વિનંતી કરી હતી, જેનો પુત્ર આશિષ મિશ્રા આમાં સંદવાયેલો છે. ભારતની સર્વોચ્ચ અદાલત અથવા ઉચ્ચ ન્યાયાલયના બે સિટીંગ જજોના બનેલા કમિશન દ્વારા સ્વતંત્ર ન્યાયિક તપાસની સ્થાપના કરવાનો નિર્દેશ આપવાની વિનંતી કરવા કૉંગ્રેસનું મંત્રીમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાષ્ટ્રપતિને કહ્યું હતું કે “લખીમપુર ખેરીમાં ખેડૂતોની અક્ષમ્ય અને નિર્દય હત્યા એ ભારતના આત્માને દુ:ખ પહોંચાડ્યું છે.”

રાષ્ટ્રપતિને સુપરત કરેલા મેમોરેન્ડમમાં તેમણે જણાવ્યું હતું કે “દિવસના પ્રકાશમાં હત્યાનું આ ઇરાદાપૂર્વકના કૃત્ય પર રાજ્ય અને કેન્દ્ર સરકારોની નબળી પ્રતિક્રિયા બાદ, ગુનેગારોને ન્યાય અપાવવાનું કામ કરતાં આ લોકો પરથી લોકોનો વિશ્વાસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.”

ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે દિલ્હીની હદમાં ખેડૂત સંગઠનોના સતત વિરોધનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસી નેતાઓએ રાષ્ટ્રપતિને કહ્યું કે “મોદી સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે. તેમની ‘ટાયર એન્ડ રિટાયરમેન્ટ’ નીતિ હોવાનું જણાય છે, જે વ્યૂહરચના નિષ્ફળ છે.”

“આ સંદર્ભમાં, એ નોંધવું અગત્યનું છે કે 27 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ, ભારત બંધના દિવસે ત્રણ કાળા કાયદાઓ સામે વિરોધ કરનારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અજય મિશ્રા ટેનીએ જાહેર કાર્યક્રમમાં આંદોલનકારી ખેડૂતોને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેના ભાષણનો વિડિયો જુદા-જુદા જાહેર પ્લેટફોર્મ પર ચલાવવામાં આવ્યો છે અને જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. જ્યારે મૂળ ઉશ્કેરણી જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા આવી હોય ત્યારે ન્યાય કેવી મેળવી શકાય?” મેમોરેન્ડમમાં જણાવ્યું હતું.

તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે “ત્યારબાદ 3 ઓક્ટોબરના રોજ, જ્યારે ખેડૂતોએ તેમનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો, ત્યારે વાહનોનો એક કાફલાએ પાછળથી ચાર ખેડૂતો અને એક પત્રકારની હત્યા કરી હતી. કેમેરામાં જોવાયેલી અને કેદ થયેલી અસ્થિર ભયાનક તસવીરો દર્શાવે છે કે આ પૂર્વનિર્ધારિત કૃત્યોમાંનું એક હતું. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ પુષ્ટિ કરી છે કે મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા ગાડીમાં હતો.”

અંતે મેમોરેન્ડમમાં રાષ્ટ્રપતિને વીઆનંતી કરવામાં આવી હતી કે કેન્દ્રીય ગૃહ બાબતોના રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના બે સિટીંગ જજોના બનેલા કમિશન દ્વારા સ્વતંત્ર ન્યાયિક તપાસનું નિર્દેશન કરવામાં આવે.

national news congress ram nath kovind priyanka gandhi rahul gandhi