30 June, 2025 08:52 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાના પગલે ગઈ કાલે મધરાત પછી ત્રણ વાગ્યે થયેલી લૅન્ડસ્લાઇડમાં ઓછામાં ઓછી બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂસ્ખલન યમુનોત્રી નૅશનલ હાઇવે પર સિલઈ નજીક થયું હતું જ્યાં નવી બંધાઈ રહેલી એક હોટેલની સાઇટ પર મજૂરીકામ કરતા ૧૯ નેપાલી લોકોનો કૅમ્પ હતો. લૅન્ડસ્લાઇડમાં આ ૧૯ મજૂરો તણાઈ ગયા હતા, જેમાંથી પહેલાં ૧૦ જણને બચાવી લેવાયા હતા અને પછી બે જણના મૃતદેહ ૧૮ કિલોમીટર દૂર યમુનાકાંઠે મળી આવ્યા હતા. આ લખાઈ રહ્યું હતું ત્યારે ૭ જણ હજી મિસિંગ છે.
સતત પડી રહેલા ભારે વરસાદ અને લૅન્ડસ્લાઇડના રિસ્કને કારણે ગઈ કાલે પ્રશાસને એક દિવસ માટે ચારધામ યાત્રાને સ્થગિત કરી દીધી હતી.