Lok Sabha Election 2024: રાયબરેલીમાંથી પ્રિયંકા તો અમેઠીમાંથી કોણ? ભાઈ કે પતિ?

24 April, 2024 04:57 PM IST  |  Amethi | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: અમેઠીથી રૉબર્ટ વાડ્રા ચૂંટણી લડશે એવી ચર્ચાને વેગ મળ્યો છે. અમેઠી અને ગૌરીગંજ કૉંગ્રેસ ઑફિસની બહાર રૉબર્ટ વાડ્રાને લઈને પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી

Lok Sabha Elections 2024: અમેઠીથી (Amethi) રૉબર્ટ વાડ્રા ચૂંટણી લડશે એવી ચર્ચાને વેગ મળ્યો છે. અમેઠી અને ગૌરીગંજ (Gauri Gandj) કૉંગ્રેસ ઑફિસની (Congress Office) બહાર રૉબર્ટ વાડ્રાને લઈને પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) કૉંગ્રેસની (Congress) બે મહત્વની સીટ પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કૉંગ્રેસે પોતાના ગઢ અમેઠી અને રાયબરેલીમાંથી પાર્ટીના પ્રતિસ્પર્ધીઓને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. એવામાં આ બન્ને સીટને લઈને અનેક પ્રકારની અટકળો લગાડવામાં આવી રહી છે. હવે એક એક પોસ્ટરનો વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi`s Husband Robert vadra) પતિ રૉબર્ટ વાડ્રા અમેઠીમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાને વેગ મળ્યો છે.

હકીકતે, ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી વીડિયો સાથે જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે, "અમેઠી અને ગૌરીગંજ કૉંગ્રેસ ઑફિસની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાને અમેઠીમાંથી ચૂંટણી લડવાની માગ કરવામાં આવી છે." આ પહેલા રાહુલ ગાંધી વિશે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, "રાહુલ બિન અમેઠી સૂન".

સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ કર્યો હતો કટાક્ષ
રોબર્ટ વાડ્રાના (Robert vadra) આ પોસ્ટર અંગે અમેઠીના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને તેમના બનેવી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે વાડ્રાની નજર આ મતવિસ્તાર પર છે. તેણે કહ્યું, "ભાભી જોઈ રહ્યા છે, સાલે સાહેબ શું કરશે?" અગાઉ, તેમની ઉમેદવારીની હિમાયત કરતી વખતે, રોબર્ટ વાડ્રાએ દાવો કર્યો હતો કે જો તેઓ સંસદ સભ્ય બનવાનું વિચારે છે, તો અમેઠીના લોકો તેમની પાસેથી તેમના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે તેવી અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે તેઓ એવી પણ આશા રાખે છે કે જો હું રાજનીતિમાં પહેલું પગલું ભરું અને સાંસદ બનવાનું વિચારું તો હું અમેઠીનું પ્રતિનિધિત્વ કરું.

કૉંગ્રેસ પાર્ટી નક્કી કરશેઃ વાડ્રા
Lok Sabha Elections 2024: વાડ્રાએ કહ્યું કે અમેઠી અને રાયબરેલી અંગેનો નિર્ણય કૉંગ્રેસ નેતૃત્વ લેશે. તેમણે કહ્યું, "હું એમ નથી કહેતો કે હું અમેઠીથી ચૂંટણી લડીશ કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. આ નિર્ણય કૉંગ્રેસ પાર્ટી લેશે." વાડ્રાએ કહ્યું કે તેમણે 1999ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં કૉંગ્રેસ માટે પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી સાથે હાથ મિલાવ્યા હતા. અગાઉ 16 એપ્રિલે કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિએ આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય પદાર્પણનો સંકેત આપ્યો હતો.

Lok Sabha Election 2024 rahul gandhi priyanka gandhi robert vadra congress national news