14 March, 2026 10:49 AM IST | Harpur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
એક તરફ LPGની અછત છે ત્યારે જમાખોરી કરનારા લોકોને કારણે વધુ અછત ઊભી થાય છે.
ગૅસ-સિલિન્ડરોનો મોટો સ્ટૉક ભરી રાખીને કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે ઉત્તર પ્રદેશ સરકારે કડક કાર્યવાહી શરૂ કરીને ઠેર-ઠેર છાપામારીઓ શરૂ કરી છે. એમાં અબ્દુલ રેહાન નામના એક નેતાના ઘરમાં જાણે LPGનું ગોડાઉન હોય એટલી માત્રામાં સિલિન્ડર મળી આવ્યાં હતાં. અધિકારીઓએ કુલ પંચાવન ભરેલાં સિલિન્ડર જપ્ત કર્યાં હતાં. હવે એ તપાસ ચાલી રહી છે કે જ્યારે બેથી વધુ સિલિન્ડર ઘરમાં રાખી ન શકાય એવો નિયમ છે ત્યારે આ નેતાને આટલી મોટી સંખ્યામાં ભરેલાં સિલિન્ડર ક્યાંથી મળ્યાં? છાપામારી કરનારા અધિકારીઓનું કહેવું છે કે એનું પગેરું શોધીને સરકાર કાળાબજારની જડ સુધી પહોંચશે.
ગઈ કાલે દિલ્હીમાં ગૅસ-સિલિન્ડરની કહેવાતી અછત સામે કૉન્ગ્રેસીઓએ હવે ચૂલા પર રોટલી બનાવવી પડશે એવું નિદર્શન કર્યું હતું. એ માટે કાર્યકર્તાઓ હાથમાં તવો અને રોટલી તેમ જ માથે ચૂલાનાં લાકડાં લઈને નીકળ્યા હતા.