11 April, 2025 07:00 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્યપ્રદેશના જબલપુરના ચારગવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે બપોરે એક ગંભીર અકસ્માત (Madhya Pradesh Road Accident) થયો હતો. અહીં એક ઝડપથી આવતી કાર કાબૂ બહાર જતાં તે પુલની રેલિંગ તોડીને નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો એક બકરીની બલી આપવા જઈ રહ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં ચોંકાવનારી એવી વાત છે કે કારમાં સવાર લોકોના મોત થયા તો જે બકરીની બલી (Madhya Pradesh Road Accident) ચડવાની હતી તે સુરક્ષિત રીતે બચી ગઈ. ઘાયલોની સારવાર જબલપુર મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં ચાલી રહી છે. જોકે, પોલીસ અકસ્માત અંગે સ્પષ્ટ માહિતી મેળવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઘાયલોના નિવેદનોની રાહ જોઈ રહી છે.
બધા એક બકરીની બલી આપવા જઈ રહ્યા હતા!
તો થયું એમ કે, ચારગવાન પોલીસ સ્ટેશન (Madhya Pradesh Road Accident) વિસ્તારમાં, એક ઝડપી કાર કાબૂ બહાર ગઈ, પુલની રેલિંગ તોડીને નદીમાં પડી ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બે અન્ય ઘાયલોને સારવાર માટે જબલપુર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલોની હાલત ગંભીર છે, પરંતુ તેઓ ભાનમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર બધા લોકો દેવતાને બકરીની બલી આપવા જઈ રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે આ અકસ્માતમાં બકરી સુરક્ષિત રીતે બચી ગઈ.
બધા લોકો એક જ સમુદાયના હતા
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે ૩.૩૦ થી ૩.૪૫ વાગ્યાની વચ્ચે બની હતી. ગામલોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે અન્ય લોકોને સારવાર માટે જબલપુર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં (Madhya Pradesh Road Accident) લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત ગંભીર છે પણ તેઓ ભાનમાં છે. પોલીસે જણાવ્યું કે કારમાં બેઠેલા લોકો એક બકરી પણ લઈ જઈ રહ્યા હતા. એવું લાગે છે કે તેઓ નજીકના દેવતાને બકરીનું પ્રતીકાત્મક બલિદાન આપીને પાછા ફરી રહ્યા હતા. કારણ કે બધા લોકો એક જ સમુદાયના હતા. જોકે, પોલીસ ઘટનાની સ્પષ્ટ તસવીર મેળવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બચી ગયેલા લોકોના નિવેદનોની રાહ જોઈ રહી છે.
મહારાષ્ટ્રમાં પણ ભયાનક અકસ્માત
મહારાષ્ટ્રના હિંગોલી-નાંદેડ જિલ્લાની બૉર્ડર પર આવેલા ગામમાં ગઈ કાલે ૧૦ લોકોને લઈ જતું એક ટ્રૅક્ટર કૂવામાં ખાબક્યું હતું. એમાં ૮ મહિલાનાં પાણીમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયાં હતાં, જ્યારે બે લોકો બચી ગયા હતા. ટ્રૅક્ટર ચલાવી રહેલા યુવકે કાબૂ ગુમાવતાં ટ્રૅક્ટર ખુલ્લા કૂવામાં પડ્યું હતું.