29 January, 2026 11:25 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
હિમપ્રપાતમાં ઘરો અને વાહનો ફસાઈ ગયાં હતાં
મંગળવારે રાત્રે ૧૦.૧૨ વાગ્યે જમ્મુ અને કાશ્મીરના જાણીતા ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન સોનમર્ગમાં હિમપ્રપાત થયો હતો, જેને કારણે પર્વત પરથી મોટા પ્રમાણમાં બરફ પડવા લાગ્યો હતો અને નજીકનાં ઘરો અને હોટેલો તરફ ધસી આવ્યો હતો. આ આખી ઘટના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં થયેલા હિમપ્રપાતમાં ઘરો અને વાહનો ફસાઈ ગયાં હતાં. જોકે આ દુર્ઘટનામાં જાનહાનિના કે ઈજાના કોઈ અહેવાલ નથી. CCTV કૅમેરાના ફુટેજમાં એ ક્ષણ રેકૉર્ડ થઈ હતી જ્યારે બરફનું તોફાન આગળ વધ્યું હતું અને એના માર્ગમાં આવતી ઇમારતોને ઢાંકી દીધી હતી.