મદરેસાની વિદ્યાર્થિની પર બળાત્કાર, બળજબરીથી કરાવ્યો ગર્ભપાત,આરોપી મૌલાનાની ધરપકડ

05 July, 2025 06:12 AM IST  |  Meerut | Gujarati Mid-day Online Correspondent

Maulana raped woman in Madrasa: યુપીના મેરઠમાં મૌલાના પર મદરેસાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાનો આરોપ છે. તે બિહારથી આ મદરેસામાં અભ્યાસ કરવા આવી હતી. મૌલવીએ 22 વર્ષીય પીડિતા પર માત્ર બળાત્કાર જ નહીં, પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે માર માર્યો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

યુપીના મેરઠમાં એક મૌલાના પર મદરેસાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાનો આરોપ છે. તે બિહારથી આ મદરેસામાં અભ્યાસ કરવા આવી હતી. મૌલવીએ 22 વર્ષીય પીડિતા પર માત્ર બળાત્કાર જ નહીં, પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે વિદ્યાર્થીની માર પણ માર્યો.
 
હાલમાં, પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપી મૌલાનાની ધરપકડ કરી છે. પીડિત યુવતીએ એમ પણ જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં આરોપી મૌલાનાની પત્નીએ તેને સાથ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મદરેસા સાથે જોડાયેલો છે. અહીં બિહારની એક છોકરીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે એક મૌલાના 3 વર્ષથી તેના પર બળાત્કાર કરી રહ્યો છે. મૌલાનાની પત્નીએ પણ આ દુષ્ટ કૃત્યમાં તેને સાથ આપ્યો હતો.

યુવતીનો આરોપ છે કે તેને મદરેસામાં બંધક બનાવીને રાખવામાં આવી હતી અને બળાત્કાર બાદ જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હવે પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધીને આરોપી મૌલાનાની ધરપકડ કરી છે.

આ કેસમાં મેરઠના એસપી (શહેર) આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, `એક છોકરીએ લોહિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક મૌલાના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેના પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મૌલાનાની ધરપકડ કરી. મહિલાની ફરિયાદ પર, મૌલાના વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.`

મૌલાનાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મૌલાના અને પીડિત છોકરી સગા છે. તપાસ ચાલી રહી છે. જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં, બે સગીર પુત્રીઓ પર લગભગ પાંચ વર્ષ સુધી બળાત્કાર કરવાના આરોપસર ગુરુવારે એક પિતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. છોકરીઓ અને તેમની માતાનાં નિવેદનો ગુપ્ત કૅમેરા દ્વારા નોંધ્યા બાદ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. સમાજ અને તેના પતિના ડરથી મહિલાએ કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સંદર્ભમાં દિલ્હીમાં સદર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી. આ કેસ સંદર્ભે દિલ્હી (પશ્ચિમ)ના નાયબ પોલીસ-કમિશનર અમિત કુમારે જણાવ્યું હતું કે ‘૨૦ જૂને માતા બે પુત્રીઓને પેટમાં દુખાવાની અને માનસિક તનાવની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં પહોંચી હતી. બન્નેની હાલત ખરાબ હતી. જ્યારે ડૉક્ટરે પૂછપરછ કરી ત્યારે હકીકતની જાણ થઈ હતી.’ બાળમજૂરી અને બાળકો સાથે થતી જાતીય હિંસા સામે કામ કરતી સંસ્થા અસોસિએશન ફૉર વૉલન્ટરી ઍક્શનને   ૨૧ જૂને આસરા ફાઉન્ડેશન તરફથી માહિતી મળી હતી કે સદર પોલીસ-સ્ટેશન વિસ્તારની એક મહિલા તેની પુત્રીઓના જાતીય શોષણ વિશે વાત કરવા માગે છે.

sexual crime Crime News meerut uttar pradesh delhi news new delhi Rape Case national news news